kpostmedia
ચોમાસા દરમિયાન ફિટ રહેવા માટે યોગ અભ્યાસ.
ચોમાસુ તેના સુખદ વાતાવરણ ને કારણે જાણીતું છે અને આ જ કારણે અન્ય મોસમની સરખામણીમાં સૌથી વધુ રાહ જોવાતી મોસમ છે. ચોમાસા માં વરસાદ વરસવાથી વાતાવરણ ઠંડુ અને આહલાદક બને છે, પરંતુ તાપમાન ઓછું અને ભેજ વધારે હોવાને કારણે શ્વસન તંત્ર ઉપર માઠી અસર પડે છે. ફેફસાં માં એલર્જી અને ચેપ થઈ શકે છે, જેના કારણે અસ્થમા અને દમના કેસ વધે છે. આ સાથે અસ્થમા અને દમના એટેકનું પ્રમાણ પણ વધે છે.
ચોમાસામાં નાના બાળકો થી માંડી મોટી વ્યક્તિઓ સુધી કોઈને પણ ફ્લ્યુ, ડેન્ગ્યુ, ડાયરિયા, શરદી-ઉધરસ, એલર્જી વગેરે થવાની શક્યતા રહે છે. જેનું એકમાત્ર કારણ ઇમ્યૂન સિસ્ટમ નબળી પડતી હોવાનું છે.
તો આજે આપણે એવા યોગ આસન અને પ્રાણાયામ વિશે જાણીશું જે રક્ત પરિભ્રમણને સુધારવામાં અને ફેફસાને મજબૂત બનાવવામાં મદદ કરશે. જેનાં નિયમિત અભ્યાસ થી આપ ચોમાસામાં પણ સ્વાસ્થ્યને જાળવી શકશો.
![]() |
kpostmedia |
સૌથી પહેલા આપણે આસનોનાં અભ્યાસ વિશે ચર્ચા કરીએ.
૧. ભુજંગાસન
આ આસન નાં અભ્યાસ થી છાતી ફુલે છે જેથી ફેફસાને ગતિ માટે વધુ જગ્યા મળે છે આ સાથે થાઇમસ ગ્રંથિ પણ ઉત્તેજિત થાય છે, અને ટી કોષો મુક્ત કરીને રોગપ્રતિકારક શક્તિને વેગ મળે છે.
૨. અધો મુખ શ્વાનાસન
આ એક ગુરુત્વાકર્ષણ શક્તિને વિરોધ કરાતો આસન અભ્યાસ છે, જે અવરોધિત સાઇનસ ખોલે છે.
૩. સેતુ બંધાસન
આ આસનથી હાયપરટેન્શન અને દમના રોગનાં લક્ષણો નિયંત્રણ માં રહે છે. આ ઉપરાંત આ આસન થી થાઇમસ ગ્રંથિ ઉત્તેજીત થાય છે, કે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં સુધારો થાય છે.
૪. નૌકાસન
આ આસન યકૃતની શક્તિ માં વધારો કરે છે. આ આસન થી પણ થાઇમસ ગ્રંથિ ઉત્તેજીત થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ માં સુધારો થાય છે.
૫. કપાલભાતિ ક્રિયાનો અભ્યાસ કરવો પણ ખુબ જરૂરી બને છે. કપાલભાતી પુરા શ્વસન માર્ગ ને ખોલવામાં મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.
૬. નાડીશોધન પ્રાણાયામ પણ ખૂબ મદદગાર નીવડે છે. નાડીશોધન પ્રાણાયામ નાસિકા છીદ્રો ને ખોલવામાં મદદ કરે છે અને સાથે સાથે સાઇનસથી પણ બચાવે છે.
- યોગ અભ્યાસ સાથે તમારી જીવનશૈલીમાં પણ ફેરફાર કરવાની ખુબ જરૂરિયાત રહેલી છે.
- આ ઋતુમાં પાચનશક્તિ નબળી પડતી હોવાને લીધે ખાવા-પીવા પર પણ ધ્યાન દેવું જરૂરી છે.
- કાચા શાકભાજી ની જગ્યાએ બાફેલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ.
- આ ઋતુમાં મગની દાળનું સેવન કરવું હિતકારક છે કારણ કે તે પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.
- તુલસી ની બનેલી ગ્રીન ટી લેવામાં આવે તો તે હિતકારક છે.
- લસણનું સેવન કરવું જોઈએ કારણ કે તે પણ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.
- મધ નો ઉપયોગ પણ આવકાર્ય છે.
- આ ઉપરાંત તનાવ નિયંત્રણ ની પ્રવૃત્તિઓ મતલબ કે જેમાં આપણને આનંદ મળે છે તે પ્રવૃત્તિઓ કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય છે.
Yog Teacher & Naturopath
Meenu's Bliss Yoga.
Mo - 8320173887. Ahmedabad
Comments
Post a Comment